
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : સ્પા–મસાજ પાર્લરમાં નિયમોનો ભંગ – S.O.G. પોલીસે કરી કાર્યવાહી, રોયલ સ્પા થાઇ પાર્લરનો એક ઇસમ ઝડપાયો
અરવલ્લી જીલ્લામાં સ્પા અને મસાજ પાર્લરો નિયમ મુજબ કાર્ય કરે તે માટે રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ તથા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામાં હેઠળ કડક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ નિયમોનાં ઉલ્લંઘન સામે અસરકારક કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ અનુસંધાને અરવલ્લી S.O.G. દ્વારા મહત્વપૂર્ણ દરોડાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી.
એચ.પી. ગરાસિયા, પોલીસ ઇન્સ્પેક્ટર S.O.G. અરવલ્લી–મોડાસાના માર્ગદર્શન હેઠળ S.O.G. સ્ટાફ પેટ્રોલિંગ દરમ્યાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના તત્વ કોમ્પ્લેક્ષમાં આવેલ રોયલ સ્પા થાઇ પાર્લરમાં તપાસ કરવા પહોંચ્યો હતો. તપાસ દરમિયાન કાઉન્ટર પર એક ઇસમ હાજર મળ્યો હતો.
પાર્લર સ્ટાફના રેકોર્ડ ગ્રાહકોની ઓળખ તથા આવનજાવનનું નિયત રજીસ્ટર જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા મુજબનો નોંધપોથો ચકાસતા જાણવા મળ્યું કે પાર્લર સંચાલક દ્વારા કોઈપણ પ્રકારનું રજીસ્ટર અથવા નિયત નોંધણી પૂર્ણ કરવામાં આવી નહોતી. નિયમોના સ્પષ્ટ ભંગને પગલે પંચોમા રૂબરૂ રૂપસિંહ સ/ઓ ખુમાનસિંહ કિતાવત (સિસોદિયા), ઉંમર 61 રહે દેવભૂમિ સોસાયટી, બાયપાસ રોડ, મોડાસાને ઝડપી પાડવામાં આવ્યો હતો.આ મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિંતા 2023ની કલમ 223 હેઠળ ગુન્હો નોંધાયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ ઇસમની વિગતો:
રૂપસિંહ સ/ઓ ખુમાનસિંહ કિતાવત (સિસોદિયા), ઉ.વ. 61
મુળ રહે: નયાખેડા, તા. માવલી, જી. ઉદેપુર (રાજસ્થાન)હાલ રહે: દેવભૂમિ સોસાયટી, મકાન નં. 3, બાયપાસ રોડ, મોડાસા, જી. અરવલ્લી





