
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સાઠંબાના નવા પીપોદ્રા ગામે જન કલ્યાણ અર્થે સાબરડેરી ચેરમેન શામળભાઈ પટેલ પરિવાર દ્વારા વિષ્ણુ મહાયાગ યોજાયો
સાઠંબાના નવા પીપોદ્રા ગામે જન કલ્યાણ અર્થે સાબરડેરી ચેરમેન શામળભાઈ પટેલ પરિવાર દ્વારા વિષ્ણુ મહાયાગ યોજાયો,વૈદિક ભૂદેવો દ્વારા ભગવાન વિષ્ણુ ના મંત્ર સહિત આહુતિ અપાઈ

અધિક માસ એટલે પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુ ને પ્રિય એવા અધિક માસ માં વિષ્ણુ ભગવાન નું યોજન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે ત્યારે સાઠંબા ના પીપોદ્રા ગામે જન કલ્યાણ અર્થે વિષ્ણુ મહાયાગ યોજાયો
શાસ્ત્ર માં કહ્યું છે કે અધિકમ અધિકશ્ય ફલમ એ મુજબ અધિક માસ માં દરેક ભક્તો ભગવાન વિષ્ણુ ને પ્રસન્ન કરવા અલગ અલગ પ્રકારે ધર્મ કાર્ય કરતા હોયછે ત્યારે સાઠંબા ના પીપોદરા ના વતની અને અરવલ્લી સાબરકાંઠા ની કામધેનુ સાબરડેરી ના ચેરમેન શામળ પટેલ પરિવાર દ્વારા પવિત્ર અધિક માસ માં વૈદિક ભૂદેવો દ્વારા વેદ ના મંત્રો વડે ભગવાન વિષ્ણુ નું પૂજન અર્ચન કરાયું અને પરિવાર દ્વારા વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો,ભૂદેવો દ્વારા પુરુષોક્ત સ્તોત્ર વડે યજ્ઞ માં આહુતિ આપવામાં આવી સમગ્ર જન જન ના કલ્યાણ અર્થે આજે સાંજે 6 કલાકે યજ્ઞ કાર્ય સંપન્ન થયું આમ સમગ્ર પંથક માં ધર્મ અને ભક્તિ નું વાતાવરણ જોવા મળ્યું હતું



