ARAVALLIMEGHRAJMODASA

બી.એડ્.કોલેજ , મેઘરજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ -અરવલ્લી દ્વારા ‘મહિલા સુરક્ષા અને જાતિય સતામણી’ વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

બી.એડ્.કોલેજ , મેઘરજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ -અરવલ્લી દ્વારા ‘મહિલા સુરક્ષા અને જાતિય સતામણી’ વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

તારીખ 20 માર્ચ 2026 ને શુક્રવારના રોજ સરકારી બી.એડ્.કોલેજ , મેઘરજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ -અરવલ્લી દ્વારા ‘મહિલા સુરક્ષા અને જાતિય સતામણી’ વિશે જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તાલુકા વિકાસ અધિકારી મેઘરજ , પી.આઇ.  મેઘરજ પોલિસ, ફાઇનાન્સિયલ અને લિટ્રેસી કાઉન્સિલના મેમ્બર મકવાણા, જિલ્લા કાનૂની સેવા મંડળના પ્રતિનિધિ એવા એડવોકેટ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેઘરજ ના મેડિકલ ઓફિસર ભરતભાઈ કટારા તેમજ જિલ્લાના ડી.એમ.સી. ડૉ.ભરતભાઈ પરમાર વગેરે મહાનુભાવો એ હાજર રહી અને પ્રશિક્ષણાર્થીઓને મહિલા સુરક્ષા અંગેના વિવિધ કાયદાઓની સમજ આપવામાં આવી. કામના સ્થળે જાતીય સતામણી માટેના કાયદા અને વિસ્તૃત ચર્ચા પી .આઇ. દ્વારા કરવામાં આવી.તાલુકા વિકાસ અધિકારી મેઘરજ દ્વારા કાયદાઓના સદુપયોગ બાબતે જાણકારી આપી. મેડિકલ ઓફિસર એ એનીમિયા તેમજ વિવિધ પ્રકારના રોગ સામે મહિલાઓ કેવી રીતે જાગૃત રહી અને પોષણ મેળવી શકે તે બાબતની વિસ્તૃત માહિતી આપી. ડી .એમ.સી. ડૉ.ભરતભાઈ પરમાર દ્વારા જિલ્લા કક્ષામાં મહિલાઓ માટે ચાલતા વિવિધ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી. લીડ બેન્કના પ્રતિનિધિ  મકવાણા બેંક સખીમંડળ તેમજ અન્ય નાણાકીય બાબતો માં બેન્કિંગ મહિલાઓને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે તેની જાણકારી આપી હતી. કોલેજના આચાર્ય ડૉ. રામભાઈ ચોચા એ પ્રાચીન સમયથી વર્તમાન સમયમાં મહિલાઓની પ્રગતિની તથા આઝાદ ભારતમાં નારી -શક્તિનું યોગદાન વાત કરી. ક્રાર્યક્રમ ના અંતમાં મહિલા જાગૃતિના શપથ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે સૌ ભોજન લઈ છૂટા પડ્યા. કોલેજ કક્ષાએ સેમિનારનો સમગ્ર આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગ અરવલ્લી અને સરકારી બી.એડ્. કોલેજના વુમન સેલ ના કો-ઓર્ડીનેટર ભરત પટેલ દ્વારા કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!