ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લામાં આઇકોનિક સ્થળ મેશ્વો ડેમ ,દેવનીમોરી ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસની ઉજવણી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં આઇકોનિક સ્થળ મેશ્વો ડેમ ,દેવનીમોરી ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસની ઉજવણી

સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે અરવલ્લી યોગમય બન્યું

યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

 

અરવલ્લી જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કુદરતી સુંદર વાતવરણમાં મેશ્વો ડેમ દેવાનિમોરી ખાતે કરવામાં આવ્યું.જેમાં કુદરતી વાતવરણમાં આહલાદક કુદરતી સુંદરતા સાથે સ્વાસ્થ્ય માટેના યોગાભ્યાસ કરવામાં આવ્યો.અરવલ્લી જિલ્લાના પોલીસવિભાગ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને આજુબાજુના વિસ્તારના લોકો યોગદિવસે અનેક યોગ કરીને પોતાના સ્વાસ્થ્ય અને મનનું અનુકૂલન સાધવાના પ્રયોગમાં જોડાયા હતા.માનનીય વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રી વર્ચુઅલી નિહાળવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાંs અરવલ્લી જિલ્લામાં કલેક્ટર,જિલ્લા પોલીસ વડા,જિલ્લા વિકાસ અધિકારી ,નિવાસી અધિક કલેક્ટર ,ભિલોડા ધારાસભ્ય તેમજ જિલ્લાના આગેવાનો અને રમતગમત વિભાગના અધિકારી ,અન્ય વિભાગીય અધિકારી ઓ અને પોલીસવિભાગના જવાનો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને જાહેર જનતા જોડાઈ હતી. અરવલ્લી જિલ્લામાં યોગાભ્યાસમાં યોગકોચ જયેન્દ્ર મકવાણા દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું

 

Back to top button
error: Content is protected !!