Dang: આહવા ખાતે વલસાડ ડાંગનાં સાંસદ ધવલ પટેલ અને વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન સમારોહ યોજાયો..
MADAN VAISHNAVNovember 20, 2024Last Updated: November 20, 2024
2 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ગુજરાત રાજયનાં દરેક જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત બને તથા પાયાનાં કાર્યકર્તાઓનું અભિવાદન થાય તે હેતુસર હાલમાં રાજય ભરમાં ભાજપા પાર્ટીનાં સ્નેહ મિલન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.તેવામાં આજરોજ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે પણ ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.આ સ્નેહ મિલનનાં પ્રારંભે વલસાડ- ડાંગ લોકસભાનાં સાંસદ ધવલ પટેલ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ સ્નેહ મિલન કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો.આ પ્રસંગે વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત તાલુકા જિલ્લાનાં ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ,મોરચા ,સંગઠનનાં હોદ્દેદારો, કાર્યકતાઓને નવુ વર્ષ દરેક માટે નવી ઉર્જા નવી ઉત્સાહ અને અપ્રીતમ સફળતા લઈ ને આવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.તેમણે આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય પર નિશાન સાધી જણાવ્યુ હતુ કે આદિવાસી યુવાનો દરેક ક્ષેત્રે પગભર થઈ રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતનું પ્રસિદ્ધ રોકી સ્ટાર ડીજે સંચાલકોને ધમકી આપી ડીજે બંધ કરવાની વાત કરે છે.ત્યારે તે આદિવાસી વિરોધી જનમાનસ ધરાવે છે,તેનો સખ્ત રીતે વખોડી કાડયો હતો,તેવીજ રીતે ડાંગની ભળી ભોળી પ્રજા માટે ડાયરા કલાકાર રાજભા ગઢવી દ્વારા વિવાદાસ્પદ બયાનનાં મામલે પણ આડે હાથ લઈ તેમનો વિરોધ કર્યો હતો.ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલે રાજ્ય કેન્દ્રની સરકારે ડાંગનાં સર્વાંગી વિકાસ માટે ખુબજ સંવેદના દાખવી હોય જંગલનાં માર્ગો હોય કે સ્ટેટ, પંચાયત ,ગ્રામ પંચાયત તમામ ને અધ્યતન બનાવવા પ્રાથમિકતા આપી છે,આજે ડાંગ જિલ્લામાં દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે.આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ ધવલભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન,ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત ,ડાંગ જિલ્લા ભાજપા પ્રભારી રાજેશભાઈ દેસાઈ,મહામંત્રીઓમાં હરિરામભાઈ સાવંત, રાજેશભાઈ ગામીત, દિનેશભાઇ ભોયે, આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી,વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ રવીનાબેન ગાવિત,આદિજાતિ મોરચાનાં સુભાષભાઈ ગાઈન સહીત તાલુકા જિલ્લા પંચાયતનાં સભ્યો, વિવિધ મોરચાનાં હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVNovember 20, 2024Last Updated: November 20, 2024