ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરાઈ રહી છે. જેમાં દરરોજ અલગ અલગ થીમ પર વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી બનાસકાંઠા દ્વારા પાલનપુરના ડીઆરડીએ હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા નેતૃત્વ દિવસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તીકરણ તેમજ સમાજ સશક્તીકરણ અર્થે નારી વંદન ઉત્સવ સપ્તાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ.શેખ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયતના મહિલા શાખા અધિકારીશ્રીઓ, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ અને વડગામ તાલુકાની મહિલા સરપંચશ્રીઓ, મહિલા તલાટીશ્રીઓ હાજર રહ્યા હતા.
«
Prev
1
/
67
Next
»
ઓડ પાસે આવેલ કણભાઈપુરા ગામે આડા સંબંધ છે તેવા વ્હેમમાં હત્યા!
મોરબીના અઘિકારીઓએ ગેરકાયદેસર રીતે બિલ્ડરોને બિનખેતીની મંજુરી આપી દીધી લોકોમાં આક્રોશ
ખેરગામ તાલુકાના આદિમ જુથ આદિવાસી પરિવારોને મૂળભૂત સુવિધાઓ આપવા માટે રેલી યોજી મામલતદાર ને આયોજનપત્ર