Rajkot: વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિત્તે નિ:શુલ્ક હડકવા વિરોધી રસીકરણ અને સારવાર કેમ્પ યોજાયો
તા.૭/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ સંચાલિત પશુ દવાખાના ખાતે તા.૦૬ જુલાઈના રોજ વર્લ્ડ ઝુનોસિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નિ:શુલ્ક હડકવા વિરોધી રસીકરણ અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં શ્વાન પાલકોએ પોતાના પ્રાણીઓ વિશે કાળજી લીધી હતી. જેમાં હડકવા વિરોધી રસીના ૧૦૨, સારવારના ૩૫ અને સાત રોગની રસીના ૩૨ કેસ એમ કુલ ૧૬૯ કેસની સારવાર, રસીકરણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિ:શુલ્ક પ્રાણી સારવાર કેમ્પમાં ડો.રાખોલીયા, ડો.ભાડજા, ડો.જૈનિક પ્રજાપતિ, ડો.અંજલી પ્રજાપતિ તેમજ રમેશભાઈ, વૈભવભાઈ તથા ભુવાભાઈ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કેમ્પમાં શ્વાનની દવા બનાવતી કંપની Virbac, Intas, Vitax અને Himalaya દ્વારા દવાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન ટ્રસ્ટી શ્રી રજનીભાઈ શાહ અને શ્રી વિમલભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.