GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં પોલીસ ભરતી માટે યુવાનોને ટ્રેનિંગ આપનાર આર્મી ઓફિસરોનું સન્માન

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

 

ખેરગામના રામજી મંદિરે ભાજપ અગ્રણી ભોતેશભાઈ કંસારા દ્વારા પીએસઆઇ, કોન્સ્ટેબલની ફિઝિકલ ટ્રેનિંગ સેવા સંમેલન યોજાયું હતું.જેમાં રીટાયર્ડ આર્મી તેમજ રીટાયર્ડ સીઆરપીએફ જવાનોએ પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઇની પરીક્ષા માટે ફિઝિકલ ટ્રેનીંગ સેવા સતત બે મહિના સુધી વિના મૂલ્યે આપવાની સેવા પૂરી પાડી હતી, એ બદલ તેમનો આભાર તેમજ અભિવાદન રામજી મંદિર ખેરગામ કોમ્યુનિટી હોલ ખાતે સન્માન સમારોહ ધારાસભ્ય નરેશભાઈ પટેલની અધ્યક્ષતામા યોજાયો હતો.જેમાં કથાકાર પ્રફુલભાઇ શુક્લએ આશીર્વાદ આપ્યા હતા,આ પ્રસંગે આર, સી, પી, ખુશાલભાઈ વાઢું,રીટાયર્ડ બી એસ, એફ, ઇન્સ્પેકટર, ગોપાલભાઈ,બી એસ એફ,હર્ષદભાઈ, બી એસ એફ,રમણભાઈ કમલેશભાઈ,રીટાયર્ડ આર્મી મુકેશભાઈ,શિ આર પી, અસ્વીનભાઈ,રમેશભાઈ, પ્રતાપભાઈ,પ્રવીણભાઈનું સન્માન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે ભાજપ મહામંત્રી શૈલેષભાઇ ટેલર,તર્પણબેન વણકર ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનોએ યુવાનો માટે ભૌતેશભાઈ દ્વારા થયેલ આયોજનને બિરદાવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!