BANASKANTHADEODARGUJARAT

દિયોદર ના લુદ્રા ખાતે ઓગડનાથ નાઈટ ક્રિકેટ ટુનામેન્ટ ની ફાઇનલ મેચ માં આરોહી સોલાર ભાભર ની ભવ્ય જીત

  • દિયોદર ના લુદ્રા ખાતે ઓગડનાથ નાઈટ ક્રિકેટ ટુનામેન્ટ ની ફાઇનલ મેચ માં આરોહી સોલાર ભાભર ની ભવ્ય જીત

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

ઘરેલુ ક્રિકેટ માં સુંદર પ્રદર્શન કરનાર પ્રશાંત ઠાકોર ના શાનદાર શતક થી ભવ્ય જીત મેળવી

તમામ ગામ લોકો ના સહયોગ થી આ પ્રથમ ટુર્નામેન્ટ મેં સફળતા મળી છે આયોજકોએ ગામ લોકો નો આભાર વ્યક્ત કર્યો

લુદ્રા ખાતે ત્રણ મહિના થી ચાલેલી ટ્રનામેન્ટ માં આરોહી સોલાર ભાભર અને સધી ઇલેવન દિયોદર (ડેવિડ) વચ્ચે ફાઇનલ જંગ ખેલાયો હતો જેમાં આરોહી સોલાર ભાભરે સધી ઇલેવન દિયોદર ને ઓપનર બ્લેબાજ પ્રશાંત ઠાકોર ના 37 બોલ માં 107 રન ની મદદ થી 212 રન નો ટાર્ગેટ આપ્યો હતો જેમાં સધી ઇલેવન 128 રન જ બનાવી ઓલ આઉટ થઈ ગઈહતીલુદ્રા માં સિઝન ની પહેલી નાઈટ ક્રિકેટ નું સુંદર મજા નું આયોજન કરાયું ગામ લોકો નો ખુબ સારો સહયોગ રહ્યો ત્રણ મહિના ચાલેલી ટુનામેન્ટ માં 250 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો જેમાં
કૉમેન્ટેટરો હિતેશ સુથાર અને શક્તિસિંહ ધનકવાડા ની ખૂબ સારી સેવાઓ રહી હતી આ સફળ આયોજન માં મુખ્ય આયોજકો રમેશ ઠાકોર .. રાજુ જોલા…વિનોદ ઠાકોર.. હિતેશ ઠાકોર.. પ્રકાશ ઠાકોર દશરથ ઠાકોર સહિત ના આયોજકો એ ભારે મહેનત થી આ ટુર્નામેન્ટ સફળ રહી હતી ફાઇનલ માં આયોજકો દ્વારા પધારેલ મહેમાનો તેમજ સંપૂર્ણ ટુર્નામેન્ટ માં સહયોગ આપનાર મિત્રો નું શાલ થી સન્માન પણ કર્યું હતું વિજેતા ટિમ ને ટ્રોફી અને રોકડ પુરસ્કાર તેમજ ઉપ વીજેતા ને પણ ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવા માં આવ્યા હતા
ટ્રોફી ના દાતા મહાકાળી નાસ્તા હાઉસ દિયોદર પ્રતાપભાઈ ઠાકોર નો પણ સારો એવો સહયોગ મળ્યો હતો આ પ્રસંગે ફાઇનલ મેચ માં 25 હજાર ની જનમેદની મેચ જોવા માટે ઉમટી પડી હતી જેમાં લુદ્રા સરપંચ ચંદુજી ઠાકોર ઉપ સરપંચ અનુપભાઈ પરમાર મેવાભાઈ રાવળ ભરતભાઇ વકિલ નટવરજી ઠાકોર વિરમજી ઠાકોર સહિત ક્રિકેટ રસિકો ખૂબ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!