ભરૂચ ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલી પોણા ત્રણ લાખ દારૂની બોટલનો અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો

ભરૂચ ડીવીઝન અને રેલ્વે પોલીસ મથક દ્વારા કરવામાં આવેલા પ્રોહીબિશનના ગુનાઓમાં વર્ષ દરમિયાન પકડાયેલા ભારતીય બનાવટના રૂ. 3.25 કરોડના દારૂનો નાશ પોલીસ દ્વારા કરાયો હતો.જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં. ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડીવીઝન, બી ડીવીઝન, સી ડીવીઝન,તાલુકા પોલીસ મથક,પાલેજ પોલીસ મથક, નબીપૂર પોલીસ અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન 384 જેટલા ગુનાઓમાં પકડાયેલી 2.45 લાખ વિદેશી દારૂની બોટલો કીમત રૂ.3 થી 3.25 કરોડનો જથ્થો પોલીસ ઝડપી પાડયો હતો. આ દારૂના નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપતા ભરૂચ DYSP સી.કે.પટેલ, એસ.ડી.એમ. મનીષા માનાણી સહીત દરેક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં દારૂ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલો દારૂના જથ્થાનો રોડ રોલર વડે તેનો નાશ કરવામાં આવ્યો હતો.
સમીર પટેલ, ભરુચ


