ભિલોડા તાલુકામાં વરસાદને પગલે બંધ થયેલા રોડની બદલે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભિલોડા તાલુકામાં વરસાદને પગલે બંધ થયેલા રોડની બદલે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેને પગલે હાથમતી નદીમાં પાણી આવતા જિલ્લાના ભિલોડા તાલુકાના ૪ રોડ ઓવર ટોપિંગ થવાના કારણે બંધ થયા છે. આ રોડ પર પાણી ઉતરે નહીં ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા ભિલોડાની જનતાને અપીલ છે.
જેમાં ભિલોડા તાલુકાના ઉપલા કમઠડીયા થી મઠ ટાકાટુકા રોડ બંધ થતા વૈકલ્પિક રોડ ભિલોડા વીરપુર વાસળી રોડ (SH)2. ભિલોડા ચિઠ્ઠોડા વિજયનગર રોડ (SH ) નો ઉપયોગ કરવા તો ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ડેરીથી બોલુંદ્રા વસાહત રોડ બંધ કરી તેના બદલે વૈકલ્પિક રોડ ભિલોડા વીરપુર વાસળી રોડ (SH)2. ભિલોડા ચિઠ્ઠોડા વિજયનગર રોડ (SH )નો ઉપયોગ કરવા લોકોને અપીલ કરાઈ છે.
ભિલોડા તાલુકાના પાદરા ટાકાટુકા ટુ પાદરા ઘાંટાના કંડ રોડ બંધ હોવાથી લોકોને વૈકલ્પિક માર્ગ ભિલોડા વીરપુર વાસળી રોડ (SH)2. ભિલોડા ચિઠ્ઠોડા વિજયનગર રોડ (SH ) અને ઉબસલ અંધારિયા રોડને બદલે ભિલોડા વીરપુર વાસળી રોડ (SH)2. ભિલોડા ચિઠ્ઠોડા વિજયનગર રોડ (SH ) નો ઉપયોગ કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.




