GUJARATHIMATNAGARSABARKANTHA
*વિકાસ સપ્તાહની ઉજવણીરૂપે હિંમતનગર તાલુકાના દેરોલ ખાતે વિકાસ રથનું આગમન*
જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ દ્વારા કરવામાં આવી રહી છે. જે અનુસંધાને સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના દેરોલ ગામે વિકાસ રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી તેમજ યોજનાઓની જાણકારી સાથેની રસપ્રદ વિડિયો દર્શાવવામાં આવી હતી. ભારત વિકાસ પ્રતિજ્ઞા દ્વારા ગ્રામજનો વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્ર્ના વિકાસ માટે મહેનત કરવા, દેશના સમૃદ્ધ વારસાનું સંવર્ધન કરવા અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે સર્વ સમાવેશી અભિગમ કેળવવા અને સ્વદેશી અપનાવવા શપથ લીધાં હતાં. તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામ અગ્રણીઓ અને ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.