પંચમહાલ જિલ્લાના માધ્યમિક વિભાગનો કલા ઉત્સવ 2025 યોજાયો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ ખાતે પંચમહાલ જિલ્લાનો માધ્યમિક વિભાગનો કલા ઉત્સવ ૨૦૨૫ યોજાયો હતો. આ કલા ઉત્સવમાં જિલ્લાભરમાંથી કુલ ૭૧૫ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ દ્રશ્યકલા, લોકનૃત્ય, સંગીત, નાટ્યકલા, હસ્તકલા, વાદ્ય અને ગાયન જેવી કુલ ૧૨ જેટલી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની અદ્ભુત કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની સુષુપ્ત કલાને બહાર લાવવાનો, તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો અને ભારતીય કલા-સંસ્કૃતિ પ્રત્યેની રુચિ જગાડવાનો હતો.
કાર્યક્રમના સમાપન સમારોહમાં પંચમહાલ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કિરીટભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી બી.પી. ગઢવી અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અરવિંદભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોની અધ્યક્ષતામાં તમામ સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમાંકે વિજેતા આવેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન મદદનીશ જિલ્લા કો.ક્યુઈએમ.શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.






