અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામા ક્રોપ સર્વેયર નું પેમેન્ટ અટક્યું,60% પેમેન્ટ ચૂકવાયું ન હોવાની રાવ,રૂપિયા ખૂટ્યા કે શું…?
અરવલ્લી જિલ્લામા વહીવટીતંત્રની લાલિયાવાડી ના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.હાલ ખેતીવાડી વિભાગ દ્વારા કરાવવામાં આવતા પાકોના સર્વે માટે,ગામડાઓમા સીઝન પાકોનું સર્વે કરવા માટે માણસો રોકવામાં આવ્યા હતા.માણસો ને એક સર્વે દીઠ 10 રૂપિયાનું મહેતાણું ચૂકવવા નક્કી કરવામાં આવ્યું હતું.ચોમાસા સીઝન પાક નું સર્વે કર્યા ના બે મહીના વીતવા છતાં જિલ્લાના સર્વેયરો નું પેમેન્ટ પૂરેપૂરું ચુવાયું નથી,માત્ર 40 ટકા જેટલું જ પેમેન્ટ ચૂકવાયુ અને 60 ટકા બાકી હોવાની રાવ ઉઠી છે.સમયસર પેમેન્ટ ચુકવવામાં નહી આવેતો,બાકીના પાકના સર્વે માટે સર્વેયરો એ હાથ ઊંચા કરવાની ચીમકી ઉચ્ચારી છે.આ બાબતે ખેતીવાડી અધિકારી સાથે સંપર્ક કરતા જણાવ્યું હતું કે આ પેમેન્ટ હાલ સોફ્ટવેર બદલવાના કારણે અટક્યું હોવાની માહિતી મળી હતી જે આગળથી જ આ પ્રોબ્લમ છે તેવું જાણવા મળ્યું હતું