MORBI:મોરબી જિલ્લા ના ખાણ ખનીજ શાખા દ્વારા ખનીજચોરી પકડી પાડી! એક હીટાચી અને ત્રણ ડમ્પરો પકડી લીધા!

MORBI:મોરબી જિલ્લા ના ખાણ ખનીજ શાખા દ્વારા ખનીજચોરી પકડી પાડી! એક હીટાચી અને ત્રણ ડમ્પરો પકડી લીધા! – રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી જિલ્લા માં ગમે તે બાજું જાઓ ત્યાં તમોને ખનીજ ચોરી જોવા મળશે. ખનીજ ચોરી નું દુષણ અટકાવવા માટે નામદાર હાઈકોર્ટ નાં આદેશ પછી રાજ્ય સરકાર દ્વારા રાજય લેવલ, જિલ્લા લેવલ અને તાલુકા લેવલ પોલીસ અને મહેસુલી વહીવટી નેં ફરજ સોંપવામાં આવી છે.પણ આ ખનીજચોરી મોટેભાગે ખાણ ખનીજ શાખા દ્વારા જ ખનીજચોરી પકડવામાં આવે છે. અને આજે પણ એક ખનીજ શાખા દ્વારા ખનીજચોરી પકડી પાડવામાં આવી છે જેમાં એક હીટાચી અને એક ડમ્પર ભરેલું અને બે ડમ્પર ખાલી કુલ ત્રણ ડમ્પરો સીઝ કરીને હળવદ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ આજે તારીખ ૨૨/૮/૨૦૨૫ નાં રોજ કલેક્ટરશ્રી -મોરબી ની સૂચનાથી ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેર નાં માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ શાખા નાં તપાસ ટીમ નાં
રાહુલ મહેશ્વરી (રોયલ્ટી ઇન્સ્પેક્ટર) અને
વિપુલ કંદોઈ (માઇન્સ સૂપરવાઇજર) એ ગામ રાતાભેર તાલુકા હળવદ ખાતે આકસ્મિક રેડ કરવામાં આવેલી જે રેડમાં એક ટાટા હિટાચી કેશરી કલરનું સીરીયલ નંબર sp ૨૦૦-૨૮૬૬૯ ને સૉફ્ટ મોરમ ખનીજના ગેરકાયદેસર ખોદકામ બદલ અને એક ડમ્પર નંબર જીજે-૩૬-વી-૪૦૦૯ આશરે ૩૦ મે.ટન સોફ્ટ મોરમ ભરેલી હાલતમાં અને ૨ ડમ્પરને સોફ્ટ મોરમ ભરવા હેતુ સ્થળે ખાલી હાલતમાં પડેલ જેના નંબર જીજે-૩૬-૨૦-૨૨૬૮ અને જીજે-૧૩-એડબ્લ્યુ-૭૧૬૯ પકડવામાં આવેલ અને તમામ મશીનરીને સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન હળવદ ખાતે મૂકીને આગળ ની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










