આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ..
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ..

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમા પ્રિ.ડો. દિનેશભાઈ ચારણની પ્રેરણા અને માર્ગદર્શન માં ૬ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંત પ્રેરિત “સંસ્કૃતગૌરવ”પરીક્ષા યોજાઈ હતી.ત્યારે શુભેચ્છા સંદેશ આપતાં દિનેશભાઈએ જણાવ્યું હતું કે પ્રાચીન ભારતીય જ્ઞાનપરંપરાનો ગર્વ જનમાનસ સુધી પહોંચે અને નવી પેઢીમાં સંસ્કૃત ભાષા અને સાહિત્ય પ્રત્યે અનુરાગ જાણવાઈ રહે તે માટે આ પરીક્ષા મહત્વ પૂર્ણ બની રહેશે.સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો.આર. આર.રોહિતે આ પરીક્ષામાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી ઓ જોડાય તે માટે કોલેજના વિધાર્થીઓને પ્રેરણા આપી હતી.પરીક્ષાની સંયોજિકા તરીકે પ્રા.મધુબેન પરમારે અમૂલ્ય સેવા આપી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530