સાવરકુંડલા જેસર રોડ ખાતે આગામી રવિવારે સંગીતમય શૈલીમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા યોજાશે.
કથા દરમિયાન ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.
સમાચાર અમિત ગીરી ગોસ્વામી સાવરકુંડલા
સાવરકુંડલા જેસર રોડ ખાતે આગામી રવિવારે સંગીતમય શૈલીમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા યોજાશે.
કથા દરમિયાન ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.
સાવરકુંડલા શહેરના જેસર રોડ સરદાર ભવન બાપા સીતારામ સોસાયટી ખાતે આવેલ બાપા ની મઢુલી ખાતે આગમી તારીખ 15/12 રવિવાર માગશર સુદ પૂનમ ના પવિત્ર દિવસ થી તારીખ 21/12 માગશર વદ છઠ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા યોજાશે જેમાં વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં ધનંજયદાદા ઠાકર મોટા મુંજયાસરવાળા કથાનું રસપાન કરાવશે કથાની પોથી યાત્રા તારીખ 15/12ને રવિવારે જેસર રોડ ઓમકારેશ્વર મહાદેવ મંદિરે થી નીકળી કથા મંડપ સ્થળે પહોંચશે દરરોજ કથા શ્રવણ સમય બપોરના 3થી 6 સુધી રહેશે કથા દરમિયાન પોથીયાત્રા, પૂજન, અર્ચન, મહાઆરતી, નૃસિંહ અવતાર, વામન જન્મોત્સવ, શ્રીરામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, રુક્મણી વિવાહ, કુંવરબાઈ નું મામેરૂ, સુદામા ચરિત્ર વગેરે ધાર્મિક કાર્યક્રમોં ની ધામધૂમ પૂર્વક ઉજવણી સમસ્ત બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે આ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા શ્રવણ કરવા માટે સાવરકુંડલા શહેર અને આસપાસ ના ગામોના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ કથા શ્રવણ નો લાભ લેવા અપીલ કરવામાં આવેછે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા રેખાબેન પંડ્યા, આનંદભાઈ બાંભણીયા, ગોરધનભાઈ ભાલુ, હસમુખભાઈ બારોટ તેમજ બાપા સીતારામ સોસાયટી, સરદાર ભવન ના રહીશો દ્વારા ભારે જહમેત ઉઠાવી રહ્યાછે તેમ ગોપીબેન અમિતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
ફોટો / રિપોર્ટ.- અમિતગીરી ગોસ્વામી (જર્નાલિસ્ટ) સાવરકુંડલા