અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : આંગણવાડી, શાળા,ખાનગી દવાખાનામાં તપાસ નામે તોડ કરવા પહોંચેલા બની બેઠેલાં શખ્સો ની તસ્વીર વાયરલ
અધિકારીઓની અને પત્રકાર હોવાની ઓળખ આપી,મોડાસા તાલુકા સહિત જિલ્લાની ગ્રામ પંચાયતો, આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાઓમાં તપાસ કરી ઉઘરાણું કરતા શક્સો ની તસ્વીર વાયરલ
અરવલ્લી જિલ્લામાં બની બેઠેલા પત્રકારોનો અસહ્ય ત્રાસ,અધિકારીઓની અને પત્રકાર હોવાની ઓળખ આપી,મોડાસા તાલુકા સહિત જિલ્લાની ગ્રામ પંચાયતો, આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાઓમાં તપાસ કરી ઉઘરાણું કરવા હોવાની છેલ્લા ત્રણ ચાર દિવસથી ફરિયાદી ઉઠતા જાગૃત કર્મચારીઓ અને કર્મચારીએ તોડબાઝો ની તસ્વીર મોબાઇલ કંડારી વાયરલ કરતા સવલો ઉઠ્યા છે.ભ્રષ્ટ તંત્રના પાપે તોડ બાજો ને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ સવાર પડેને તોડ કરવા નીકળી પડતા આવા શખ્સો સામે લોકોમાં રોષ ફેલાયો છે.બની બેઠેલા પત્રકારો પર કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે.