BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ કલેકટર કચેરીથી માતરીયા તળાવ પરત કલેકટર કચેરી સુધી ‘રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા દોડ યોજાઈ


સમીર પટેલ, ભરૂચ
****
ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રી, કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા પોલીસવડા શ્રી મયુર ચાવડા સહિતના અધિકારીઓ સહભાગી થયા
****

ભરૂચઃ મંગળવારઃ- દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આજે ભરૂચ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના કલેકટર કચેરી ખાતેથી એકતા દોડનું ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રી, કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા પોલીસવડા શ્રી મયુર ચાવડાએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. એકતા દોડ કલેકટર કચેરીથી પ્રસ્થાન કરી શકિતનાથ સર્કલ થઇ માતરીયા તળાવ અને પરત શકિતનાથ સર્કલ થઇ કલેકટર કચેરી પૂર્ણ થઇ હતી.

આ દોડમાં ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રી, કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા પોલીસવડા શ્રી મયુર ચાવડા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતાં.
ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત સર્વેએ ભારતની એકતા અને અખંડિતતા જાળવી રાખવાના શપથ ગ્રહણ કર્યા હતા. સમગ્ર યાત્રાનો માર્ગ ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે ગુંજી ઉઠયો હતો.

ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે, અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર પટેલની જન્મ જંયતિ પૂર્વે ભરૂચ જિલ્લામાં વહીવટીતંત્રની આગેવાનીમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું છે. ત્યારે સરદાર પટેલના આ સંકલ્પને સાકાર કરવા અને દેશની અખંડીતાને કાયમ રાખવાના દ્રઢ નિર્ધાર સાથે એકતા દોડનું આયોજન કરાયું હતુ.
જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ આ અવસરે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં જીલ્લા કક્ષાના રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. દેશની એકતાની શપથ અને ફિટનેસ બંન્નેની થીમ સાથે થતી રન ફોર યુનિટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા લોકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

આ રન ફોર યુનિટી અંતર્ગત દોડમાં પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રી-કર્મયોગીશ્રીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીશ્રીઓ, શ્રી પોલીસ હેડક્વાર્ટરનો સ્ટાફ, જી.આર.ડી. જવાનો, હોમગાર્ડના જવાનો, રમતવીરો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતાં.

Back to top button
error: Content is protected !!