અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી :ધનસુરા નું આકરુંદ આયુષ્માન આરોગ્ય મંદિર NQAS પ્રમાણિત.યશકલગીમાં ઉમેરાયુ વધુ એક મોરપીંછ.
અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાનું આયુષ્માન આરોગ્ય મંદિર-આકરુંદ (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) નેશનલ લેવલ પર ગુણવત્તા આધારિત NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત કરી આરોગ્ય સેવામાં એક નવી સિદ્ધિ મેળવી છે. માહે સપ્ટેમ્બર-2025 માં દિલ્હી સ્થિત NHSRC ટીમ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ આ કેન્દ્રોનું NQAS અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં સગર્ભા માતાની પ્રસૂતિ અને સંભાળ, નવજાત અને બાળ આરોગ્ય, રસીકરણ, કિશોર કિશોરી આરોગ્ય, કુટુંબ કલ્યાણ, રોગચાળા નિયંત્રણ, OPD અને ડિલિવરી જેવી તમામ આરોગ્યલક્ષી સેવાઓમાં ક્વોલિટીના તમામ માપદંડો ચકાસી આકરુંદ આયુષ્માન આરોગ્ય મંદિર (પી.એચ.સી.) ને 85.88% મૂલ્યાંકન સાથે અરવલ્લી જીલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયુ છે. આ સિદ્ધિમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી-ધનસુરા ડો.નાઝીમા ભૂરાવાલા , મેડિકલ ઓફિસરશ્રી ડો.જીગ્નેશ રાવત, આયુષ તબીબ જનક ચૌહાણ , કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને સમગ્ર ગ્રામ્ય લેવલની આરોગ્ય ટીમના સહકારથી સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને ગુણવત્તાપૂર્વકની સેવાઓનું પરિણામ છે.