
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
ગુંદાલા આહીર યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ ઉજવાયો
ગુંદાલા ગામના આહીરવાસમાં છેલ્લા સાત વર્ષથી આહીર યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દીપકભાઈ આહીર, મહેશભાઈ આહીર, ચિંતનભાઈ આહીર, મયુરભાઈ આહીર, ક્રિષ્ના જયેશભાઈ આહીર સહિત યુવક મંડળના યુવાનોની સેવાઓ સરાહનીય રહી છે. પૂજારી તરીકે બીપીનભાઈ નવીનચંદ્ર જોશી સેવા આપી રહ્યા છે.
ગણેશોત્સવ દરમિયાન આસપાસના રતાડીયા, વિરાણીયા, લાખાપર, ભોરારા વગેરે ગામોના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સવની શોભા વધારી રહ્યા છે. દરરોજ રાત્રે દાંડીયારાસ-ગરબા તથા ધૂન-ભજન-કીર્તન જેવા કાર્યક્રમો યોજાતા ધાર્મિક વાતાવરણમાં સૌ ભક્તિભાવથી જોડાઈ આનંદ અનુભવી રહ્યા છે.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com



