
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા સરકારી કચેરીઓમાં ભાડે રખાતા વાહનોમાં સરકારના નિયમો અને શરતો નો છેદ ઉડયો.
અરવલ્લી જિલ્લા સેવા સદન સહિતના વિભાગોની અમુક કચેરીમાં સરકારના પરિપત્રના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરી અધિકારીઓ દ્વારા પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે.કચેરીઓ માં ભાડે વાહન રાખવા માટે આઉટસોર્સ એજન્સી મારફતે,સરકારના પરિપત્ર મુજબ સેવાઓ અને શરતો ને આધીન વાહનો ભાડે રાખવા માટેના નિયમોનું પાલન કરવામાં ન આવતું હોવાના આક્ષેપો ને લઈ સવાલો ઉઠ્યા છે.જો માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમન સહિત અભિયાનો અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવા માટે તંત્ર કાર્યક્રમો યોજાય છે પરંતુ અધિકારીઓ જ નિયમોનું પાલન કરે છે કે નહીં,જો ન કરે તો દોષ કોને દેવો જેવા અનેક સવાલો ઉઠ્યા છે.
અરવલ્લી સેવા સદન સહિત ની જિલ્લા કચેરીઓ માટે ભાડે રાખેલ વાહનને લઈ સવાલો ઉઠ્યા છે.સરકારનો પરિપત્ર સામે આવ્યો છે જેમાં ભાડે વાહન રાખવા માટે આઉટસોર્સ થી એજન્સી મારફતે સેવાઓ અને શરતોને પાલન આધીન, સેવા પૂરી પાડવાના નિયમો છે,સરકારના એક પરિપત્રમાં 11 શરતો અને નિયમો સાથે વાહનો ભાડે રાખવા અંગે રાજ્ય સરકારની નીતિઓ તથા જોગવાઇઓનું ચુસ્ત પાલન કરવા અને ફરજીયાત પણે TEXI પાર્સીંગ હોય તેવા વાહનો ભાડે રાખવા માટે શરત અને નિયમોનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પરંતુ જિલ્લાની આરોગ્ય,ICDS, સહિત અન્ય વિભાગોમાં ટેક્ષી પાર્સિંગ વિનાના વાહનો એજન્સી પાસે ભાડે રાખી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે.એટલુંજ નહિ પણ વાહનો પર ગવરર્મેન્ટ ઓફ ગુજરાત ના લખાણ પણ લખેલા જોવા મળે છે.આવા વાહનોનો અધિકારીઓ અને કર્મચારીનો ઉપયોગ કરી રહ્યા છે.જેને લઈ તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.થોડા દિવસો પહેલા મોડાસા ટાઉન પોલીસે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલા વાહન માંથી ગૌ મોન્સ ઝડપ્યું હતું.આવા વાહનોમાં મુસાફરો ને ભરવામાં આવે છે.કલેકટર,પોલીસવડા અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ થયા તે જરૂરું.





