MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા રવાપર ચોકડી વિસ્તારમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો.

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા રવાપર ચોકડી વિસ્તારમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો.
મોરબી: તા. ૧ મે, ૨૦૨૫ના રોજ મહાનગરપાલિકા દ્વારા રવાપર ચોકડી વિસ્તારમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ સહભાગી બની અંદાજે ૧૦ ટન કચરો સાફ કર્યો હતો. આ સાથે ગંદકી ફેલાવનારા ૯ આસામી પાસેથી કુલ રૂ. ૧૨,૫૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને તા. ૦૧ મે ૨૦૨૫ના રોજ રવાપર ચોકડી ખાતે “શ્રમદાન ફોર મોરબી” અંતર્ગત વિશેષ શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મહાનગરપાલિકા કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેક્ટ), પાલિકા સ્ટાફ, મોરબી સિરામિક એસોસિયેશનના પ્રતિનિધિઓ તથા નગરજનોનો ઉમંગભેર સહભાગ જોવા મળ્યો હતો. શ્રમદાન દરમિયાન રવાપર ચોકડી વિસ્તારમાંથી અંદાજે ૧૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. સફાઈ ઝુંબેશ દરમિયાન ગંદકી ફેલાવનારા ૯ આસામીઓ સામે કાર્યવાહી કરીને કુલ રૂ. ૧૨,૫૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું કે “શ્રમદાન ફોર મોરબી” કાર્યક્રમ માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં નિયમિત શ્રમદાનના આયોજન થતા રહેશે. સાથે જ મોરબીના તમામ નાગરિકોને સ્વચ્છ મોરબી માટે આ કાર્યક્રમોમાં સહભાગી થવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.






