GUJARATVALSADVALSAD CITY / TALUKO

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વલસાડના વાપીના છરવાડા ગામે યોગ શિબિર યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ વલસાડ: તા.૨૫, સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી ખાતે દક્ષિણ ગુજરાત યોગ બોર્ડના કોઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે તેમજ વલસાડ જિલ્લા કોઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન વૈષ્ણવ ના માર્ગદર્શન હેઠળ રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોગ શિબિર કાર્યક્રમ યોજાયો હતો.સ્વસ્થ ભારત મેદસ્વિતા મુક્ત ભારતના સ્વપ્નદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા મનની વાત કાર્યક્રમમાં મેદસ્વિતા મુક્ત રાષ્ટ્ર કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા પ્રદેશમાં મેદસ્વિતા મુક્ત યોગ શિબિરો ના આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લાના છરવાડા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં IDY આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રોટોકોલ પ્રેક્ટિસ અને મેદસ્વિતા હટાવો શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ,વાપી મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશનર અશ્વિનભાઈ પાઠક જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચાપલોત, વાપી VIA પ્રમુખ સતીષભાઈ પટેલ ,તાલુકા પંચાયતના પ્રમુખ સમયભાઈ પટેલ, વાપી  નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ ,પતંજલિ યોગ સમિતિના જિલ્લા અધ્યક્ષ બિપીનભાઈ ઉર્ફે રાજુભાઈ ભાલાની, ભારત સ્વાભિમાન વલસાડ જિલ્લાના અધ્યક્ષ કમલેશ પત્રેકર, પ્રમોદભાઈ ઠોસર સહિત  મોટી સંખ્યામાં અનેક સંસ્થાઓના લોકો આ યોગ શિબિર માં જોડાયા હતા.

આજના યોગ શિબિરમાં આસન, પ્રાણાયામ, ધ્યાન એવમ આહારવિહાર દ્વારા મેદસ્વિતા ને કેમ ભગાડવું તે વિષય જીણવટ ભરી માહિતી આપવામાં આવી હતી.
છરવાડા ગામના માજી સરપંચ યોગેશભાઈ પટેલે ખુબજ સહયોગ આપ્યું હતું. તેમજ અનાયા ફાઉન્ડેશન, અવધ, વાપી દ્વારા આ યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભાઈ બહેનો માટે અલ્પાહાર ની વ્યવસ્થામાં પૂર્ણ સહયોગ આપ્યું હતું

Check Also
Close
Back to top button
error: Content is protected !!