અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – મોડાસામાં વકીલ પર પોલીસે હુમલો કર્યો હોવાના આક્ષેપો , બાર એસોસિયેશનનો ઉગ્ર વિરોધ
મોડાસા શહેરમાં પોલીસ દ્વારા વકીલને માર મારવાની ઘટનાએ તંગદિલી સર્જી છે. ગઈકાલે ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી સાથે ગયેલા ગોપાલ ભરવાડ નામના વકીલની પોલીસ સાથે માથાકુટ થઈ હતી. આ દરમિયાન એક પીએસઆઈ અને છ કોન્સ્ટેબલોએ વકીલને માર મારતા તે ઘાયલ બન્યો હતો. જેને બાદમાં સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો
આ ઘટનાથી નારાજ વકીલ સમાજ આજે જિલ્લા કોર્ટ પરિસરમાં એકત્રિત થયો હતો. બાર એસોસિયેશન દ્વારા પોલીસ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો. તમામ વકીલો કામકાજથી અડગા રહીને કોર્ટની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.વિરોધ દરમિયાન કોર્ટ પરિસરમાં આવેલી પોલીસે હાજરી આપતા વકીલો ઉગ્ર બની ગયા હતા અને પોલીસે કોર્ટ બહાર ધકેલી દેવામાં આવી હતી.બાર એસોસિયેશને સ્પષ્ટ કર્યું છે કે વકીલ પર થયેલા હુમલામાં સામેલ પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવેં તેવી માંગ સેવાઈ રહી છે