GUJARATMODASA

અરવલ્લી : ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે મોડાસા છાસવાલામાં ત્રાટકી મઠા સહિત પનીરના નમૂના લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે મોડાસા છાસવાલામાં ત્રાટકી મઠા સહિત પનીરના નમૂના લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

*ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ.ગણાવાએ મોડાસા છાસવાલાના આઉટલેટમાંથી મઠા સહિત અન્ય ડેરી પ્રોડક્ટ્સના નમૂના લઇ તપાસ અર્થે ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરીમાં મોકલી આપ્યા હોવાનું જણાવ્યું*

મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ છાસવાલા નામના આઉટલેટ પરથી એક ગ્રાહકે ખરીદેલ કેસર પીસ્તા મઠા માંથી મૃત મચ્છર નીકળતા ગ્રાહક અને તેનો પરિવાર ચોંકી ઊઠ્યો હતો ગ્રાહક છાસવાલા આઉટલેટ પર ફરિયાદ કરતા આઉટલેટ પરથી ઉડાઉ જવાબ મળતાં સમસમી ઊઠ્યો હતો અને આ અંગેનો વિડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છાસવાલા આઉટલેટ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવેની માંગ કરી હતી ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ધ્રુવ એન્ટ્રપ્રાઈઝ સંચાલિત છાસવાલાના આઉટલેટમાં બુધવારે બપોરે ત્રાટકી સમગ્ર આઉટલેટ અને ડેરી પ્રોડક્ટ્સની તપાસ હાથધરી શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ્સના સેમ્પલ લઇ તપાસ હાથધરી હતી

મોડાસા શહેરના માલપુર રોડ પર પ્રમુખધામ કોમ્પલેક્ષમાં આવેલ છાસવાલા બ્રાન્ડના આઉટલેટ માંથી મિનેશભાઈ નામના ગ્રાહકે કેસર પીસ્તા મઠો ખરીદ્યો હતો અને ઘરે જઇ મઠાનો કપ ખોલતાં તેમાં મરેલું મચ્છર જેવી જીવાત જણાતાં જ નાગરિક તરત છાસવાલેની દુકાને પરત આવ્યા હતા અને તેમને ત્યાં કપમાં જીવાત બતાવી હતી દુકાન ઉપર હાજર વ્યક્તિએ ગ્રાહકને સંતોષકારક જવાબ ન આપતાં ગ્રાહકે વીડિયો બનાવતા ફરજ પરના કર્મીએ રિફંડ આપવાની વાત કરી મામલો નિપટાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ગ્રાહકે રિફંડ લેવાના બદલે અન્ય ગ્રાહકો બિમારીમાં સપડાય નહીં તે માટે જવાબદાર તંત્રને રજૂઆત કરવા તજવીજ હાથધરી હતી

Back to top button
error: Content is protected !!