ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : શું અરવલ્લી જિલ્લામાં હવે ડ્રગ્સ માફિયા એક્ટિવ થયા છે…? નિકોલ થી પકડાયેલ ડ્રગ્સ ક્યાં અને કોની દેખરેખ માં હતો..?

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શું અરવલ્લી જિલ્લામાં હવે ડ્રગ્સ માફિયા એક્ટિવ થયા છે…? નિકોલ થી પકડાયેલ ડ્રગ્સ ક્યાં અને કોની દેખરેખ માં હતો..?

શું ત્રણ લોકો પાછળ અને કોઈ માલેતુજાર કે માસ્ટર માઇન્ડ છે….?

અરવલ્લી SOG પોલિસને કેમ કંઈ ખબર પડતી નથી..?

SOG માં ઘણાં સમયથી બની બેઠેલા લોકોને કારણે આવું ચાલે છે કે શું..?

ભૂતકાળમાં સ્પા ની આડમાં ગોરખધંધા પણ SOG ને નથી દેખાયા..!!

ગાંજાનો પણ કાળો કારોબાર પણ વધી ગયો હોવાની ચર્ચા… પણ…

અરવલ્લી જિલ્લામાં નશીલા પદાર્થનો વેપલો થાય છે તે સમાચારો સતત પ્રસિદ્ધ થતા હોય છે, જોકે એસોજી ની ટીમ થોડી પણ ગંભીતા ન દખાવતા સતત બોર્ડર વિસ્તારોમાંથી નસીલા પદાર્થનો વ્યાપાર મેટ્રોસિટી પહોંચી રહ્યો છે. અરવલ્લી જિલ્લા SOG દ્વારા ખાનાપૂર્તિ કાર્યવાહી કરતા, હવે સવાલો ચોક્કસથી ઉઠવા લાગ્યા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી SOG ની ટીમ અમદાવાદ એ મોડાસાના બે શખ્સ પિયુષ સેમાભાઈ પટેલ અને સચિનસિંહ પ્રફુલસિંહ પુવાર ને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. 27 જુલાઈના રોજ સમગ્ર ઘટના સામે આવી હતી ત્યારે હવે મુખ્ય સૂત્રધાર કોણ છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. બંને શખ્સોને અમદાવાદ SOG પોલીસે ઝડપી પાડ્યા પછી, પૂછપરછમાં નવા એક જયેશ નામના શખ્સનું નામ સામે આવતા, તેને પણ પૂછપરછ માટે એસઓજી લઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે. આ શખ્સ સ્પા સંચાલક હોવાની પણ વિગતો આવતા સ્થાનિક પોલિસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

થોડા સમયે અગાઉ અરવલ્લી તેમજ મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્પાની આડમાં ગોરખધંધા અને અન્ય કામગીરી ચાલતી હોવાના અહેવાલો પ્રસિદ્ધ પણ થયા છે.વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પોલીસને જગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે માત્ર ખાનાપૂર્તિ કામગીરી કરતા હવે સ્પાનો સંચાલક ડ્રગ્સ સપ્લાયની કામગીરીમાં જોડાયા હોવાની વિગતો સામે આવતા, પોલિસની અડધી આંખ ખુલી હોય, તેવું લાગે છે.

મોડાસા થી અમદાવાદ સુધી ડ્રગ્સનો જથ્થો લઈ જવામાં આવે છે, એટલું જ નહીં, આ જથ્થો અન્ય રાજ્યમાંથી બોર્ડર જિલ્લામાં એટલે કે, અરવલ્લી ના મોડાસા માં આવ્યો હોઈ શકે, તેવી અટકળો ચાલી રહી છે. જો આવું હોય, તો મોડાસા માં કોઈ ડ્રગ કિંગપિન હોઈ શકે છે. કારણ કે, આખી ચેનલ આમાં કામે લાગી છે, જેમાંથી 2 રંગે હાથ ઝડપાયા જ્યારે અન્ય એકનું નામ પૂછપરછમાં સામે આવ્યું છે. હજુ પણ આમાં માસ્ટર માઈંડ કોણ છે, તે જાણવાનો અરવલ્લી SOG ને બિલકુલ પણ રસ ન હોય તેવું લાગે છે. અમદાવાદ SOG એ મોડાસા ના બે શખ્સને ઝડપી પાડ્યા હોય, તો પોલિસે ગંભીરતા દાખવવી જોઈએ કે, મોડાસા ના બન્ને શખ્સ પાછળ કયા મોટા માથાનો રોલ છે. આટલી મોટી રકમનો ડ્રગ્સ આવ્યો તો આવ્યો ક્યાંથી અને શું આ જથ્થો મોડાસા માં સંતાડાયો હતો કે શું અને જો આ વાત સાચી હોય તો જથ્થો કોની દેખરેખમાં સંતાડવામાં આવ્યો હતો, તે યક્ષ પ્રશ્ન છે. હવે જોવું રહ્યું કે, અરવલ્લી પોલિસ વડાને SOG શું કામગીરી કરી બતાવે છે. બાકી તો પહેલા પણ ખાનાપૂર્તિ કામગીરી થઈ હતી અને આગામી દિવસોમાં પણ આવી કામગીરી થશે, તે સૌકોઈ જાણે જ છે.

Back to top button
error: Content is protected !!