અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : LCB પોલીસે ચોરી થયેલ 6,41,000/- રૂપિયાના સોનાના દાગીના સાથે 3 આરોપીને દબોચ્યા
ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી ચોરીમાં ગયેલ સોનાના દાગીના કિ.રૂ.6,41,000/- તેમજ અન્ય મુદૃામાલ મળી કુલ કિ.રૂ.6,81,000/-ના મુદ્દામાલ સાથે કુલ- 3 આરોપીઓને જિલ્લા LCB એ ઝડપી પાડ્યા
ધનસુરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ગુન્હો દાખલ થયો હતો જે અન્વયે જિલ્લા LCB પોલિસ દ્વારા ગુન્હાની તપાસ હાથ ધરતા ચોક્સ બાતમીને આધારે ગુન્હાના કામના આરોપીઓ (૧) ગુરૂચરણસીંગ ઉર્ફે એ અમીત સ/ઓ રણુસીંગ હજારીસીંગ સરદારજી રહે.રગડી તલાવ રાયકા નંદેસરી ચોકડી તા.સાવલી જિ.વડોદરા (૨) કિશનકુમાર ઉર્ફે સુનિલ પ્રવિણભાઇ ભગવાન ભાઇ પરમાર હાલ રહે.રગડી તલાવ રાયકા નંદેસરી ચોકડી તા.સાવલી જિ.વડોદરા મુળ રહે.ગોરા તા.પાલનપુર જિ.બનાસકાંઠા (૩) રાજાસીંગ મંચીસીંગ સરદારજી રહે.બસ સ્ટેશન પાસે, હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠાનાઓને ચોરીમાં ગયેલ સોનાના દાગીના જેનુ કુલ વજન 61.430 જેની કુલ કિ.રૂ. 6,41,000 /- તથા મોટર સાયકલની કિ.રૂ.20,000 /-મળી કુલ કિ.રૂ.6,81,000/- નો મુદૃામાલ તપાસ અર્થે કબજે કરી આગળની કાર્યવાહી અર્થે ધનસુરા પોસ્ટે સોપેલ છે.