GUJARATMODASA

અરવલ્લી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં યુવાનોએ ઝુકાવ્યું, વરથું પંચાયતના સરપંચ પદ માટે આકાશ પટેલ અને બોલુંદરામાં પ્રતીક પટેલે નોંધાવી ઉમેદવારી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં યુવાનોએ ઝુકાવ્યું, વરથું પંચાયતના સરપંચ પદ માટે આકાશ પટેલ અને બોલુંદરામાં પ્રતીક પટેલે નોંધાવી ઉમેદવારી

ઘણા લાંબા સમય સુધી વહીવટદારોથી ચાલતી ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઈ છે અને આગામી ૨૨ મીએ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે આજકાલ ઉમેદવારી ફોર્મ ભરાવાનું પૂરજોશમાં ચાલુ છે ત્યારે મોડાસા તાલુકાના વરથુ અને બોલુન્દરા ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે નવયુવકોએ મોટી સંખ્યામાં ટેકેદારો સાથે હર્ષોલ્લાસ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં વરથુ ગ્રામ પંચાયતના સરપંચ પદની ચૂંટણીમાં ઉત્સાહી અને નવયુવાન કાર્યકર આકાશ દિનેશભાઈ પટેલે મોટી સંખ્યામાં ટેકેદારો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જ્યારે મોડાસાના બોલુંદરા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે યુવા ઉત્સાહી કાર્યકર પ્રતીક પટેલે પોતાની ઉમેદવારી ટેકેદારો સાથે નોંધાવી હતી આ બંને યુવાનોએ વડીલોના અને ગ્રામજનોના આશીર્વાદ લઈ ચૂંટણી અધિકારી સમક્ષ જઈને સરપંચ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી બેઉ ઉમેદવારોના સમર્થકો દ્વારા ભારે વિશ્વાસ પૂર્વક વિજયની આશા વ્યક્ત કરવામાં હતી

Back to top button
error: Content is protected !!