ARAVALLIGUJARATMALPUR

અરવલ્લી : માલપુર વાત્રક બ્રિજ પર તૂટેલો સળિયોઓ જીવલેણ અકસ્માત નોતરી શકે છે, તાત્કાલિક રિપેરિંગની લોક માંગ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : માલપુર વાત્રક બ્રિજ પર તૂટેલો સળિયોઓ જીવલેણ અકસ્માત નોતરી શકે છે, તાત્કાલિક રિપેરિંગની લોક માંગ

માલપુર : ગોધરા-શામળાજી હાઈવે રોડ પર આવેલા માલપુર નજીકના વાત્રક બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી એક લોખંડનો સળિયો તૂટેલી હાલતમાં પડ્યો હોવાથી વાહનચાલકો પર મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ તૂટેલો સળિયો કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જી શકે તેવી દહેશતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માલપુરથી પસાર થતા વાત્રક બ્રિજ પરનો એક લોખંડનો સળિયો લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે. આ બ્રિજ પરથી દિવસભર નાના-મોટા અનેક વાહનો પસાર થતા હોય છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદની મોસમમાં આ તૂટેલો સળિયો સ્પષ્ટ દેખાતો ન હોવાથી વાહનચાલકો માટે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. અત્યાર સુધી કોઈ મોટી દુર્ઘટના બની નથી, પરંતુ સ્થાનિક નાગરિકોને ભય છે કે જો આ સળિયાનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.

સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા H.S.T.L. કલ્યાણ કંપનીને તાત્કાલિક ધોરણે આ બ્રિજનું નિરીક્ષણ કરી તૂટેલા સળિયાનું સમારકામ કરવા માટે અપીલ કરવામાં આવી છે. તેમની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ ઝડપથી પગલાં ભરવામાં આવે.

Back to top button
error: Content is protected !!