અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પોલીસનો બુટલેગરો પર સપાટો, ત્રણ કારમાંથી 11 લાખનો શરાબ જપ્ત કર્યો,નવરાત્રી પર્વમાં બુટલેગરો મરણિયા
*ગુજરાતમાં ભલે દારૂ બાંધી હોય તહેવારોમાં સૌથી વધુ દારૂની ડિમાન્ડ ગુજરાતીઓમાં રહે છે*
*નવરાત્રિ પર્વમાં બુટલેગરો કરોડો રૂપિયાનો દારૂ ઠાલવવા લક્ઝુરિયસ કારનો ઉપયોગ કરી રહ્યા છે*
*અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી બુટલેગરોનો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવા હવાતિયા મારી રહ્યા છે*
અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાએ જીલ્લાના વિવિધ માર્ગો પરથી થતી વિદેશી દારૂની હેરાફેરી અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનો વેપલો કરતા બુટલેગરો સામે સખ્ત કાર્યવાહીના આદેશના પગલે પોલીસતંત્રએ બુટલેગરો પર સપાટો બોલાવતા ફફડાટ ફેલાયો છે જીલ્લા એલસીબી પોલીસે શામળાજી નજીક અણસોલ ગામ સ્વિફ્ટ કાર અને ટીંટોઈ પોલીસ સ્ટેશનના ધોલવણી કંપાની સીમમાંથી ક્રેટા સહિત બંને કારમાંથી 8 લાખથી વધુનો વિદેશી દારૂ તેમજ ઇસરી પોલીસે વાવ કંપા નજીક ક્રેટા કારમાંથી 3 લાખથી વધુનો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા એલસીબી PI એચ.પી.ગરાસીયા અને તેમની ટીમે પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ બુટલેગરોમાં સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-શામળાજી હાઇવે પર પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાન તરફથી સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ ભરી બુટલેગર શામળાજી તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા અણસોલ ગામ નજીક વાહન ચેકિંગ હાથધરતા બુટલેગર દારૂ ભરેલી કાર એક મકાન નજીક કાર મૂકી ફરાર થઇ જતા પોલીસ કારમાંથી 2.52 લાખની વિદેશી દારૂની બોટલ 1068 મૂકી ફરાર થઈ ગયો હતો અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે વધુ એક બાતમીના આધારે ક્રેટા કારનો ૧૫ થી વધુ કિમી પીછો કરી ટીંટોઈ નજીક ધોલવણી કંપાની સીમમાંથી બિન વારસી કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1800 કિં.રૂ.5.47 લાખનો દારૂ જપ્ત કરી બંને કાર સહિત કુલ.રૂ.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
ઈસરી PI જી.કે.વહુનિયા અને તેમની ટીમે પેટ્રોલીંગ હાથધરી બાતમીના આધારે વાવકંપા નજીક ક્રેટા કારમાંથી વિદેશી દારૂની વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-1104 કિં.રૂ.3.06 લાખ સહિત રૂ.10.06 લાખનો જથ્થો જપ્ત કરી પોલીસ નાકાબંધી જોઈ રોડ નજીક ક્રેટા કાર મૂકી ફરાર બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથધારી હતી