
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટે ટ્રકમાંથી રૂ. 10.80 લાખનો વિદેશી દારૂ સાથે ચાલકને દબોચ્યો
શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રકમાં ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલો ३.૧૦.૮૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ચાલકની અટકાયત કરી હતી
શામળાજી પોલીસે અણસોલ પોલીસ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવી રહેલા શંકાસ્પદ નાના મોટા વાહનોનું ચેકિંગ હાથ હાથ ધર્યુ હતું. તે દરમિયાન શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ કે.ડી.ડીંડોરને ખાનગી માહિતી મળી હતી કે રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવી રહેલી ટ્રક નં.એચ આર 55 af 8982માં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતીના આધારે શામળાજી પોલીસે ઉપરોક્ત ટ્રકને અટકાવીને ચાલકની પૂછપરછ કરતાં ટ્રકમાં સીટ પેકેટ સામાન ભરેલો હોવાનું અને તે સામાન અમદાવાદ ઉતારવાનો હોવાનું જણાવતા પોલીસે ટ્રક ખોલીને અંદર તલાશી લેતાં પોલીસને સીટ પેકેટ સામાનની આડમાં ગેરકાયદે રાખેલી વિદેશી દારૂ બિયરની પેટી નંગ ૩૦૦ અને કુલ નંગ ૭૨૦૦ મળ્યા હતા પોલીસે રૂ.૧૦.૮૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો, ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.૨૧. ૩૨ લાખનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલક રોહતાશ રામચંદ્ર મુસીરામ ચૌધરી રહે. મંઢાણા જિ.ભીવાની હરિયાણાની અટકાયત કરી હતી.




