
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રપટેલ
અરવલ્લી : ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 5 દિવસથી હેલ્મેટ ટ્રાઈવ યોજી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી
ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર જાહેર કરી ગત 11 ફેબ્રુઆરી 2025થી તમામ સરકારી કર્મચારઓએ હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ પહેરવું ફરજીયાત કર્યું,રાજ્યના પોલીસવડા દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે,ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી-કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે. તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે.સરકારી કર્મચારીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે. અને જરુરી પણ છે.તેમ છતાં અરવલ્લી જિલ્લા સદન સહિત કચેરીઓમાં વાહન લઈ આવતા કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યા વિના નજરે પડે છે.પોલીસ અને RTO દ્વારા ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા બે ત્રણ દિવસ હેલ્મેટ દ્રાઈવ યોજી હતી પરંતુ મોટા ભાગના કર્મચારીઓ ચુસ્ત પણે હેલ્મેટ ફરજિયાતનું પાલન ન કરતા હોવાને લઇ અરવલ્લી જિલ્લા પોલીસવડા ના આદેશ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 5 દિવસથી હેલ્મેટ ટ્રાઈવ યોજી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ વડાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું.




