મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા ન્યાયાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા ન્યાયાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
રિપોર્ટર…..
અમીન કોઠારી મહીસાગર…..
માનવ જિંદગી અમૂલ્ય છે જેને બચાવવા લોહી એક મહત્વનું તત્વ છે. લોહીની આકસ્મિક જરૂરિયાત કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે પડી શકે છે અને તેથી જ આવા સંજોગોમાં લોકોની જરૂરિયાતને પહોંચી વળવા અને આકસ્મિક સંજોગોમાં તેઓને મદદરૂપ થવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ , મહીસાગર લુણાવાડા દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ જિલ્લા અદાલત મહીસાગર ખાતે પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ અને ચેરમેન જીલ્લા કાનુની સેવા સતા મંડળ શ્રીમતી એમ.એન. ગડકરી ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ અને ચેરમેન જીલ્લા કાનુની સેવા સતા મંડળ શ્રીમતી એમ.એન. ગડકરીએ દીપ પ્રાગટ્ય કરી રકતદાન શિબીરનો શુભારંભ કરાવ્યો હતો. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ શિબીરમાં એડીશનલ ડીસ્ટ્રીકટ જજ એમ.એમ. પરમાર, પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજ પી.સી.સોની, ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એચ.એન.પંડયા, , કુલ ટાઈમ સેક્રેટરી એચ.આર.પરમાર, લુણાવાડા બાર એસોસીએશન પ્રમુખ એમ.આર.પટેલ, ચીફ લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સીલ એસ.એન.પટેલ સહિત વકીલો, પેનલ એડવોકેટો હોમગાર્ડ જવાનો, જિલ્લા ન્યાયાલય નો તમામ સ્ટાફ અને નગરના સેવાભાવી રકતદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





