
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેતપુર ગામની ગ્રામ પંચાયતના વહીવટી કામ માટે ઓફિસ કાર્યરત થતાં ગ્રામજનો માં ખુશીનો માહોલ
તારીખ: ૦૫/૦૯/૨૦૨૫ ના રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેતપુર ગ્રામ પંચાયતના વહીવટી કામ માટે જ્યાં સુધી ગ્રામ પંચાયત નું મકાન ન બને ત્યાં સુધી હંગામી ધોરણે ઓફિસ કાર્યરત થતાં ગ્રામજનો માં ખુશીનો માહોલ સર્જાયો હતો. જેમાં વોર્ડના સભ્ય વનરાજભાઈ .સી હડુલા , ફાલ્ગુનીબેન જે.બામણીયા , રઝિયાબેન એ. હડુલા તેમજ કલ્પેશભાઇ બી. ખરાડી અને ગ્રામજનો આગેવાનો , યુવાનો, વડીલો અને બહેનો વગેરે હાજર રહ્યા હતા .જેમાં જેતપુર ગ્રામ પંચાયતના સરપંચ જનકબેન જીગ્નેશભાઈ અસારી જણાવ્યું હતું કે હું અને વોર્ડના તમામ સભ્યો ગામના વિકાસ માટે અવિરત પણે કાર્ય કરતા રહી સુ સાથે સાથે તેઓને તે પણ જણાવેલ કે ગ્રામજનો ને મુશ્કેલનો સામનો ન કરવો પડે તે હેતુ થી ગ્રામ પંચાયત આરોગ્ય માટે સબ સેન્ટર તેમજ સસ્તા અનાજની દુકાન (સોસાયટી) પોલીસ ચોકી વગેરે ઓફિસો એક જ જગ્યા પર બને તે માટેનો પુરો પ્રયાસ રહેશ




