
કેશોદ ખાતે આતશ બાજી કરી નવા વરાયેલ તાલુકા અને શહેર પ્રમુખને અભિનંદન આપ્યા કેન્દ્રીય ચૂંટણી સમિતિ અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ સમિતિ સાથે સંવાદ કરી વિધાનસભા ચૂંટણી સમિતિ અને જિલ્લા આગેવાનો ના માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ પદે જયદીપસિંહ સોલંકી તથા કેશોદ શહેર ભાજપ પ્રમુખ પદે હિરેનભાઈ ભોરણીયા ની નવનિયુક્ત મંડલ પ્રમુખ તરીકે વરણી થતાં કેશોદ ભાજપ પરિવાર દ્વારા કેશોદ ના ચાર ચોક ખાતે ફટાકડા ફોડી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી તેમજ સરદાર વલ્લભભાઈની પ્રતિમાને હારતોરા કરી પ્રમુખશ્રી ને અભિનંદન પાઠવવા માટે ભારતીય જનતા પાર્ટી ના તાલુકા તેમજ શહેર ના સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યા માઁ ઉપસ્થિત રહી સૌ એ અભિનંદન આપેલા હતા અને આવનાર ત્રણ વર્ષ માટે સૌ ને સાથે રહી કામગીરી કરવા નિર્ણયો લેવામાં આવેલ હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ
				




