MALIYA (Miyana):માળિયાના દેવગઢ ગામે રહેણાંક મકાનમાં નકલી દારૂ બનાવતા બે શખ્સો ઝડપાયા.
MALIYA (Miyana):માળિયાના દેવગઢ ગામે રહેણાંક મકાનમાં નકલી દારૂ બનાવતા બે શખ્સો ઝડપાયા.
પોલીસે દારૂની બોટલ, બનાવતી દારૂ સહિતનો મુદામાલ જપ્ત કર્યો આઠ ઈસમો વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ શરુ
મોરબી જીલ્લામાં ઈંગ્લીશ દારૂની રેલમછેલ વચ્ચે ડુપ્લીકેટ દારૂનું દુષણ પણ વધી રહ્યું છે અગાઉ રફાળેશ્વર પાસેથી ડુપ્લીકેટ દારૂ બનાવવાની આખી ફેક્ટરી ઝડપાયાને થોડા જ માસ વીત્યા છે ત્યારે હવે માળિયામાં રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની બોટલોમાં ભેળસેળયુક્ત બનાવટી દારૂ ભેળવી વેચાણ કરતા હોવાના કોભાંડનો પર્દાફાશ કરી પોલીસે બે ઇસમોને મુદામાલ સાથે ઝડપી લીધા છે
મોરબી એલસીબીમાં ફરજ બજાવતા બીપીનભાઈ પરમારે પકડાયેલ આરોપીઓ જયરાજ જીવણભાઈ સવસેટા, જયદીપ જીવણભાઈ સવસેટા રહે બંને દેવગઢ તા. માળિયા,પકડવાના બાકી આરોપીઓ કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા, રહે નાગલપર તા. મોરબી, અલ્તાફ ઉર્ફે રાજા સોકત ખોડ, ચિરાગ, લક્કીસિંગ દરબાર, સાજીદ ઉર્ફે સાજ્લો લાધાણી અને બાલો સથવારો રહે પાંચેય મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણું કરી આરોપી જયરાજ અને જયદીપ બંને ભાઈઓએ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદે ઈંગ્લીશ દારૂ જેમાં મેકડોવેલ્સ બોટલ નંગ ૧૨ કીમત રૂ ૪૫૦૦ અને બ્લેક એન્ડ વ્હાઈટ દારૂની બોટલ નંગ ૦૪ કીમત રૂ ૭૨૦૦ તેમજ બનાવટી તૈયાર ઈંગ્લીશ દારૂ પ્રવાહી લીટર ૪૫૦ કીમત રૂ ૨,૨૫,૦૦૦ અને સાધન સામગ્રી સાથે ઝડપાયા હતા
જે આરોપીઓ ઈંગ્લીશ દારૂની બોટલમાંથી દારૂ કાઢી અન્ય ખાલી બોટલમાં ભરી તેના પર અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા લગાડી સ્ટીકર અને ઢાંકણા ખોટા છે તેવું જાણવા છતાં ઈંગ્લીશ દારૂ બનાવટી હોવાની ખબર હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરી બનાવટી દારૂ તૈયાર કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે સ્થળ પરથી મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા છે તો અન્ય આરોપીઓની શોધખોળ ચલાવી છે