
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
સમસ્ત રાજય ભરમાં ભાજપા પાર્ટીએ જિલ્લા ભાજપા પાર્ટીનાં પ્રમુખોની વરણી માટે શરૂઆત કરી છે.ત્યારે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની નિમણુક કરવાની હોય ત્યારે ડાંગ જિલ્લાના 12 જેટલા કદાવર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખના હોદ્દા માટે (1)દશરથભાઈ શોભનભાઈ પવાર પૂર્વ ડાંગ ભાજપા પાર્ટી પ્રમુખ,(2)સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરી પ્રમુખ આહવા તાલુકા પંચાયત (૩) દિનેશ નાનાભાઈ ભોયે મહામંત્રી ડાંગ ભાજપા સંગઠન, (4)કિશોરભાઈ માહધુભાઈ ગાવિત-પ્રમુખ ડાંગ ભાજપા પાર્ટી,(5)રમેશભાઈ નવસુભાઈ ગાંગોર્ડા-પૂર્વ મહામંત્રી ડાંગ ભાજપા (6)રમેશભાઈ ભાઈ ચૌધરી પૂર્વ પાર્ટી પ્રમુખ (7) સુભાષભાઈ ગણેશભાઈ ગાઇન-મંત્રી આદિજાતિ ગુજરાત પ્રદેશ (8) ગિરીશકુમાર ગોરધનભાઈ મોદી-પૂર્વ ભાજપા મહામંત્રી (9) હીરાભાઈ અર્જુનભાઈ રાઉત-ડાંગ ભાજપાનાં વરિષ્ઠ આગેવાન (10) કમલેશભાઈ ચૌર્યા-ભાજપાનાં આગેવાન (11) રેખાબેન જીતેશભાઈ પટેલ-પૂર્વ સરપંચ આહવા ગ્રામ પંચાયત (12)વિશ્વનાથભાઈ અખાભાઈ મહાલે-ભાજપાનાં યુવા આગેવાન એમ મળી કુલ 12 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે આ રસ્સા કસીના જંગમાં છેલ્લે સુધી કયો ઉમેદવાર ટકી રહેશે અને આખરે કોના નામ પર કળશ ધોળાશે તે આવનાર સમયમાં જોવું જ રહ્યું.




