ANANDANAND CITY / TALUKOGUJARAT

ડી.એન. હાઈસ્કૂલ, આણંદ ખાતે ચૂંટણીમાં ફરજ બજાવનાર ૫૦૧ જેટલા મહિલા પોલીગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

ડી.એન. હાઈસ્કૂલ, આણંદ ખાતે ચૂંટણીમાં ફરજ બજાવનાર ૫૦૧ જેટલા મહિલા પોલીગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

તાહિર મેમણ – 30/04/2024- આણંદ – લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી કાર્યમાં રોકાયેલ અધિકારી કર્મચારીઓ પણ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે તેઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવે છે.

આજે લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત મતદાન મથકો ખાતે ફરજ બજાવનાર ૫૦૧ જેટલા મહિલા પોલીગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

આ ઉપરાંત મહિલા પોલીગ ઓફિસરોને મતદાન મથકો ખાતે બજાવવાની થતી ફરજ અંગે બીજા તબક્કાની તાલીમ માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!