
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત અરવલ્લી જિલ્લામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત અરવલ્લી જિલ્લામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાનના જાહેર જીવનના ૨૩ વર્ષની વિકાસ યાત્રાની સફળતાના ભાગરૂપે આઈકોનિક સ્થળો ખાતે પદયાત્રા યોજવાનું નક્કી કરાયું છે.જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં આવેલાં પ્રવાસન સ્થળ શામળાજી ખાતે વિકાસ પદયાત્રા યોજવામાં આવી.કાર્યક્રમના અંતમાં સહુએ ભારત વિકાસ શપથ ગ્રહણ કર્યા.જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વિકાસ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયા,ધારાસભ્ય પી.સી.બરંડા, તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં સક્રિય રીતે સહભાગી બન્યા હતા.




