GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પશુ હેલ્પલાઈનના પાયલટ કમ ડ્રેસરશ્રી સુરેશભાઈને પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું

તા.૨૯/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: દેશના ૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કોટડા સાંગાણી ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા આશરે ૭૦થી વધુ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં, ૧૯૬૨ પશુ દવાખાના હેલ્પલાઇનની એમ્બ્યુલન્સના પાયલટ કમ ડ્રેસરશ્રી સુરેશભાઈને પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અબોલ પશુ-પક્ષીઓની સારવાર અર્થે ૧૯૬૨ એમ્બ્યુલન્સ સેવા હેઠળ કર્તવ્યનિષ્ઠા સાથે પશુપાલન કચેરી રાજકોટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર શ્રી પરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!