GUJARATNAVSARIVANSADA

નવસારી: ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વાંસદાના કાંટસવેલ ગામે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યા

નવસારી તા.૩૦ : ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અતર્ગત નવસારી જીલ્લામાં તા.૩૦ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન નવસારી જિલ્લાના તમામ તાલુકાના આદિજાતિ ગામોમાં ક્લસ્ટર બનાવી અવેરનેસ અને બેનીફિશિયરી સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે .આ અભિયાન હેઠળ આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કાંટસવેલ ગામની પ્રાથમિક શાળા ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં અંદાજીત ૭૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે.
આ કેમ્પમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો જેવી કે આધારકાર્ડ, રાશનકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, જાતિનો દાખલો, કિસાન ક્રેડિટ કાર્ડ, પી.એમ કિસાન યોજના, જનધન એકાઉન્ટ ખોલવા વિગેરે જેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવી સાથે નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!