માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી જન્મદિનની ભવ્ય ઉજવણી ના ભાગરૂપે ગુજરાતના વિવિધ કર્મચારી મંડળ/રાજ્ય આચાર્ય સંઘ/મા./ઉ.મા. શિક્ષક સંઘ/વહીવટી કર્મચારી સંઘ તથા અન્ય કર્મચારી સંઘટનો, અધિકારીશ્રીઓ અને પ્રજાજનો ના સહકાર થી તા.16/09/2025 ને મંગળવાર ના રોજ સમગ્ર ગુજરાતમાં 330 સ્થળોએ રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ
12 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સર્વે ધર્મપ્રેમી પ્રજાજનો,જાહેર અપીલ આપ સહુ સુજ્ઞ ધર્મપ્રેમી- રાષ્ટપ્રેમી જાહેર જનતાને જણાવવાનું કે આપણા લોકલાડીલા, યશસ્વી અને વિશ્વમાં સર્વાધિક લોકપ્રિય રાજનેતા માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી જન્મદિનની ભવ્ય ઉજવણી ના ભાગરૂપે ગુજરાતના વિવિધ કર્મચારી મંડળ/રાજ્ય આચાર્ય સંઘ/મા./ઉ.મા. શિક્ષક સંઘ/વહીવટી કર્મચારી સંઘ તથા અન્ય કર્મચારી સંઘટનો, અધિકારીશ્રીઓ અને પ્રજાજનો ના સહકાર થી તા.16/09/2025 ને મંગળવાર ના રોજ સમગ્ર ગુજરાતમાં 330 સ્થળોએ રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે.જેના દ્વારા 1,00,000( ઍક લાખ) બોટલ રક્ત એકત્રીકરણનો લક્ષ્યાંક થકી *ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ* માં સ્થાન પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો છે.જેમાં વિવિધ ખાતાના અધિકારીશ્રીઓ શિક્ષક મિત્રો ,વિવિધ ખાતનાા કર્મચારી મિત્રો અને અન્ય સંસ્થાઓમાં કાર્યરત લોકો અને પ્રજાજનો સાથે મળીને મોટી સંખ્યામાં Blood Donate કરવાના છે ત્યારે આ માનવતાના પુણ્યકાર્યમાં *રક્તદાન આપી, જો આપ આપી શકો તેમ ન હોય તો આપના મિત્ર, પરિચિત, સ્નેહીજનોનુ રક્તદાન કરાવી સહયોગ આપવા નમ્ર વિનંતી સહ અપીલ છે*. 18 થી 60 વર્ષના, 45 kg કરતાં વધુ વજન ધરાવતા તંદુરસ્ત ભાઈ/બહેનો રક્તદાન કરી શકે છે. આપના શુભ સહકારની સાદર નમ્ર અપેક્ષા છે.બનાસકાંઠા જિલ્લામાં રક્તદાન પાલનપુર ડીસા ધાનેરા થરાદ દિયોદર કાંકરેજ અને દાંતીવાડા સેન્ટર ઉપર રક્તદાન શિબિર યોજવાની છે તો આપના નજીકના સેન્ટર ઉપર હાજર રહી રક્તદાન કરવા વિનંતીતે માટે નીચે આપેલી લીંકમાં આજે જ રજીસ્ટ્રેશન કરશોજી https://namoblood.bkbzr.in/