GUJARATNAVSARIVANSADA

વાંસદા તિલક ગણેશ મંડળના ૧૧માં વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ૫૧ નિરાધાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવાયા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ વાંસદા તિલક ગણેશ મંડળના ૧૧માં વર્ષમાં પ્રવેશ નિમિતે  ભવ્યાતિ ભવ્ય ઉજવણીના ભાગરૂપે છેલ્લા ઘણા સમયથી ઉજવણીઓ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત આ વખતે ગરીબ ઘરની દીકરીઓ જેમાં મા બાપ ના હોય  નિરાધાર હોય જેઓને લગ્ન ખર્ચ ઉપાડવામાં મુશ્કેલીઓ પડતી હોય તેવી ૫૧ દીકરીઓના સમૂહ લગ્નના આયોજનમાં ૫૧ જોડા  વર  કન્યાઓનો વરધોડો કુકણા સમાજ ભવન થી મોટી સંખ્યામાં વર વધુના પક્ષકારોએ જોડાયા હતા જેમાં ડીજે
અને બેન્ડવાજા ની સુરાવલી સાથે મંડપ સુધી પહોંચ્યા હતા

વાંસદા તાલુકામાં ઇતિહાસ માં પ્રથમ વાર તિલક ગણેશ મંડળની સ્થાપના ૧૧માં વર્ષની ભવ્યાતિભવ્ય  ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ સમૂહ લગ્ન નિમિતે ગાંધી મેદાનમાં  કીર્તિદાન ગઢવીનો લોકડાયરો પણ યોજાયો હતો આ સમૂહ લગ્ન ગાંધી મેદાન ખાતે ગૃહ શાંતક ૩.૩૦ કલાકે અને હસ્તમેળાપ સાંજે ૫.૩૦ કલાકે વર વધુ  લગ્નના માંડવામાં લગ્નગ્રંથી માટે જોડાયા હતા અહીં ભૂદેવોના હસ્તે શાસ્ત્રોક વિધાને અગ્નિદેવની સાક્ષીમાં હસ્ત મેળાપ કરાવી લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી કરાયા આ ૫૧ વર અને વધુના પક્ષકારોએ કુકણા સમાજ ભવન ખાતેથી હજારો ની સંખ્યામાં જોડાઈ ડીજેના સથવારે ઝૂમી ઊઠ્યા હતા આ  વરઘોડો વાંસદા નગરના મુખ્ય બજારમાં થઈ  લગ્ન સ્થળ એવા ગાંધી મેદાને પહોંચ્યું હતું.લગ્ન પ્રસંગે ૧૫ હજાર જેટલા મહેમાનો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે વાંસદા નગરમાં આ તિલક ગણેશ મંડળની ઉમદા કામગીરીને ગ્રામજનો સહિત નવસારી જિલ્લાનાં લોકો બિરદાવી હતી..

Back to top button
error: Content is protected !!