હાલોલ:”હર ઘર તિરંગા “અભિયાન અંતર્ગત આજ રોજ હાલોલ પોલીસ સ્ટાફ દ્વારા પાવાગઢ રોડ કાળીભોય બાયપાસ ચોકડી પાસે તિરંગા રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરાયું

રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ
તા.૮.૮.૨૦૨૪
આગામી 15 મી ઓગસ્ટ ના રોજ સમગ્ર દેશભરમાં 78 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થનાર છે જે અંતર્ગત આજરોજ હાલોલ ટાઉન પોલીસ અને રૂરલ પોલીસ સ્ટાફ સાથે હાલોલ ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડ, તથા હાલોલ રૂરલ પીઆઇ આર.એ જાડેજા, હાલોલ ટાઉન પીઆઇ કે.એ.ચૌધરી સાથે ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ સહિત ટીઆરબી જવાનો સાથે ઉભા રહી હાલોલ પાવાગઢ રોડ કાળી ભોઈ ચોકડી પાસે રાષ્ટ્રધ્વજ તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આગામી સમય દરમિયાન તમામ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ તથા ગ્રામ પંચાયતોમાં પણ હર ઘર તિરંગા અભિયાન સાથે તિરંગા યાત્રાઓ યોજનાર છે જેમાં ખાસ કરીને બોર્ડરના ગામડાઓમાં ઘરે ઘરે તિરંગા લહેરાવી યાત્રા યોજાનાર છે આ ઉજવણીમાં રાજ્યના તમામ ઘર દુકાન ઉદ્યોગ ગૃહ સરકારી કચેરી ખાનગી કચેરીને લારીઓ પર પણ તિરંગા લહેરાવવામાં આવનાર છે રાજ્યમાં આ ઉજવણીમાં તમામ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર પણ સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ હાલોલ ટ્રાફિક પોલીસ દ્વારા એસટી બસના ડ્રાઇવરો તથા બાઈક ચાલકો અને રીક્ષાચાલકો અને મુસાફરોને પણ તિરંગા વિતરણ કરી સાથે સાથે ટ્રાફિક નિયમનનું પાલન કરવા માટેનું પણ સલાહ સૂચન આપી માર્ગદર્શિત કર્યા હતા જેથી વાહન ચાલકો એ પણ પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.







