GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:હરિપ્રબોધમ્ યુવા મહોત્સવ અંતર્ગત શ્રી હરિપ્રબોધમ્ ફાઉન્ડેશન દ્વારા થેલસેમીયા પીડિત બાળકોની સેવાર્થે રક્તદાન શિબિર યોજાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૨.૧૨.૨૦૨૪

યુવા સમાજમાં સામાજિક,નૈતિક,સાંસ્કૃતિક મૂલ્યોની સાથે રાષ્ટ્રભક્તિ, ગુરુભક્તિ અને પ્રભુભક્તિનું સિંચન થાય તે માટે ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીએ સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધુ ભગવાન શ્રી સ્વામિનારાયણની કલ્યાણ પેઢીના અધ્યાત્મ વારસ પ્રગટ ગુરુહરિ ૫.પૂ. પ્રબોધજીવનસ્વામીજીની આજ્ઞાનુસાર ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજીની જીવન ભાવના અખંડિત રાખવા શ્રી હરિપ્રબોધમ યુવક મંડળ – હાલોલ દ્વારા દર રવિવારે અઠવાડિક પરિવાર સભા દ્વારા પરિવારોમાં આત્મીયતાના સિચનનું સેવાકાર્ય કરવામાં આવે છે.દર વર્ષે ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના પ્રાગટ્ય પર્વ નિમિત્તે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રિય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ગુરુહરિ ૫.પૂ.હરિપ્રસાદસ્વામીજીનો ૯૧ મો પ્રાગટ્ય પર્વ ૫ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ભરૂચ ખાતે હરિપ્રબોધમ પુવા મહોત્સવ યોજાનાર છે.જે અંતર્ગત પ્રગટ ગુરુહરિ ૫.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી, હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી હરિપ્રબોધમ યુવક મંડળ હાલોલ દ્વારા કંજરી રોડ પર આવેલ ઝુલેલાલ વાડી ખાતે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ થેલેસેમીયા પીડિત બાળકોની સેવાર્થે હરિપ્રબોધમ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સહુ ખૂબ ઉમંગભેર પોતાનું અમૂલ્ય રક્ત આપીને સમાજની સેવા કરવામાં સર્વોપરી નિમિત્ત બન્યા છે.આ રકતદાન શિબિરમાં આયુષ બ્લડ બેન્ક,વડોદરાનો સહયોગ પ્રાપ્ત થયો હતો.આ રક્તદાન શિબિરને સફળ બનાવવા શ્રી હરિપ્રબોધમ્ યુવક મંડળ – હાલોલના વડીલો,યુવા લીડર્સ અને કાર્યકર્તાઓ જેમાંનગીનભાઈ વાઘેલા, સચીનભાઈ વાઘેલા, બંટીભાઈ પારેખ, મહેશભાઈ સોલંકી, સંજયભાઈ રાણા, રાજેન્દ્રભાઈ પંચાલ, વિશાલભાઈ કાછિયા, જયભાઈ પંચાલ, આકાશભાઈ લુહાર, નવીનભાઈ રાઠવા, શૈલેષભાઈ રાઠવા વગેરેનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.

Back to top button
error: Content is protected !!