અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ડામર રોડમાં ભ્રષ્ટાચાર થતો રોડ તોડવો પડ્યો,ફરીથી રોડ બનાવ્યો અને આજે બે વર્ષ પછી પણ નાનાડીપ પુલનું કામ અધવચ્ચે
રોડ રસ્તાના કામમાં વધતા જતા ભ્રષ્ટાચાર સામે જવાબદાર કોણ…? અરવલ્લી જિલ્લામાં કોન્ટ્રાકટરોના પાપે સરકારી રૂપિયા વેડફાતા હોય તેવો ઘાટ
અરવલ્લી જિલ્લામાં હાલ પણ કેટલીક વાર એવુ પણ જોવા મળી રહ્યું છે કે રોડ રસ્તાને લઈ લાખો થી કરોડો રૂપિયા સુધીના સુધીના કામો થઈ રહ્યા છે છતાં કેમ રસ્તાના કામોમાં વેઠ..? એ એક સળગતો સવાલ છે. જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારથી લઈ એ કેટલાય ડામર રોડમા ક્યાંક ક્ષતી જોવા મળે છે પરંતુ લાખો રૂપિયા થી કરોડો રૂપિયા ખર્ચવા છતાં કેમ ગુણવતા ને લઇ સવાલો ઊભા થાય છે.
મેઘરજ તાલુકામાં બે વર્ષ અગાઉ રાજપુરથી કંટાળુ તરફ જતા ડામર રોડનું કામ કોન્ટ્રાક્ટ ધ્વારા કરવામાં આવ્યું અને હલકી ગુણવતા ને લઇ સવાલો ઊભા થતા છેવટે ડામર રોડ ઉખાડવો પડ્યો અને નવીન બનાવાયો જેમા એક નાનો ડીપપુલ પણ બનાવાયો જેમાં પણ હલકી ગુણવતા ને લઇ તોડી દેવમાં આવ્યો જેમા આજની તારીખમાં બે વર્ષ પછી પણ નાનાડીપ પુલનું કામ અધવચ્ચે છે જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન છે. સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે રોડ ઝડપથી ચાલુ કરાય અને નાનાડીપનુ કામ જે બાકી છે તે પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે