
તા.૧૯.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ આર.એન્ડ.એલ પંડ્યા હાઈસ્કૂલ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ભારતમાં વિજ્ઞાન ભારતી નું ગુજરાત યુનિટ એટલે વિજ્ઞાન ગુર્જરી શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે ગુજરાતના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લેતા થાય વિજ્ઞાન પ્રવાહથી માહિતગાર થાય તેમને વૈજ્ઞાનિક બનવા માટે પ્રેરિત કરી શકાય તેવા શુભ આશયથી વિજ્ઞાન ગુર્જરી સંસ્થા દ્વારા “પાંચમું ઇનોવેશન ફેસ્ટ 2025” અંતર્ગત દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર.એન્ડ.એલ પંડ્યા હાઈસ્કૂલ અને એસ.એમ.કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કુલ દાહોદ ખાતે તારીખ.19.09.2025 ને સવારે 8:30 કલાકે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન અને પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક શ્રી સત્યેન્દ્રનાથ બોઝ વિશે વ્યાખ્યાન યોજાયું.શાળાના આચાર્યા શ્રીમતી એન એન પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોદન કરવામાં આવ્યું. વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના સ્ટેટ કોર્ડીનેટર અને વિજ્ઞાન ગુર્જરીના જિલ્લા કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા દ્વારા વિજ્ઞાન ભારતી, વિજ્ઞાન ગુર્જરી, તેમજ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી. આ વાર્તાલાપના તજજ્ઞ તરીકે પ્રતીક્ષાબેન.એસ.પંચાલ દ્વારા પ્રેરક વ્યાખ્યાન આપવામાં આવ્યું.આ કાર્યક્રમમાં શાળાના શિક્ષક યુ.આર.દરજી ,જે.એમ. પટેલ, એસ.યુ.ડોબરીયા એ સી વહોનીયા તેમજ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





