BHARUCH
નબીપુર પરીક્ષા કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય બોર્ડની ધોરણ 10 ની પરીક્ષા નો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.


સમીર પટેલ, ભરૂચ
આજથી ગુજરાત રાજ્યમાં ધો. 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર પરીક્ષા કેન્દ્ર ઉપર પણ પ્રારંભ થયો છે. જેમાં નબીપુર, સિતપોણ, દયાદરા અને થામ ના બાળકો પરીક્ષા આપી રહયા છે. પરીક્ષા શરૂ થતા પહેલા નબીપુર હાઈસ્કૂલના પ્રમુખ આબીડ મેમ્બર, સભ્યો ગુલામભાઈ માજિસરપંચ, મુસ્તાક હાફેજી અને સફિક ખાનસાબે બાળકોને પુષ્પ આપી કેન્દ્ર પ્રવેશ કરાવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર સંચાલકે બાળકોને કેન્દ્રમાં પ્રવેશ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કેન્દ્ર ખાતે 300 બાળકો પરીક્ષા આપી રહયા છે. પરીક્ષા શાંતિમય વાતાવરણ મા થાય તે માટે નબીપુર પોલીસે પૂરતી વ્યવસ્થા કરી છે.




