ARAVALLIBAYADGUJARAT

લ્યો હવે અરવલ્લી જિલ્લામાં પણ શિક્ષક ગાયબ..? : બાયડ તાલુકાની એક ગ્રામ્ય વિસ્તારની શાળામાં પણ એક શિક્ષક ગુલ્લી મારતો હોવાની ચર્ચાઓ જામી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

લ્યો હવે અરવલ્લી જિલ્લામાં પણ શિક્ષક ગાયબ..? : બાયડ તાલુકાની એક ગ્રામ્ય વિસ્તારની શાળામાં પણ એક શિક્ષક ગુલ્લી મારતો હોવાની ચર્ચાઓ જામી

ગુજરાતમાં શિક્ષણ જગતને લજાવતા કિસ્સાઓ સામે આવતા હવે શિક્ષણ જગત નું માથું નીચે જુકે તો નવાઈ નહિ બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના પાંછા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા અમેરિકા સ્થાઈ થઈ હોવાનો સમગ્ર મામલો બહાર આવતા તપાસનો ધમધમાટ શરુ થયો છે ત્યારે ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાની એક પ્રાથમિક શાળામાં 80 હજાર પગાર લેતા મુખ્ય શિક્ષક આશિષ પટેલ ગેર હાજર રહેતો હોવાની સાથે વિદ્યાર્થીઓને ભણાવવા ડમી શિક્ષક રાખ્યો હોવાનું બહાર આવતા હડકંપ મચ્યો છે.

આ બાબતે જાણે હવે એક પછી એક કિસ્સાઓ સામે આવતા થયાં છે અને હવે અરવલ્લી જિલ્લામાં પણ બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ શિક્ષક ગાયબ રહેતો હોવાની વાતો વહેતી થઇ છે અને ચર્ચાએ જોર પકડ્યું છે બીજી તરફ એક રાજકીય અગ્રણી મહિલાની શિક્ષકને ઓથ હોવાની પણ ચર્ચા જામી છે

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના નામના ધરાવતા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક શાળામાં ગેર હાજર રહેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે શાળામાં અમુક જ દિવસે દર્શન આપતા શિક્ષકના પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને ભારે નુકશાન પહોંચી રહ્યું છે જોકે આ શિક્ષકની રાજકીય પીઠબળ હોવાથી સાથી સ્ટાફ મિત્રો અને ગામલોકો પણ આંખ આડા કાન કરી રહ્યા છે કે પછી શિક્ષકના ડરથી મૌન સેવી લીધ્યું હોવાની ચર્ચા ચારેકોર ચાલી રહી છે ત્યારે બાયડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ અંગે યોગ્ય તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકેની સ્થાનિક શિક્ષણ જગતમાં ચર્ચાએ જોર પકડ્યું છે

Back to top button
error: Content is protected !!